એકાંત જો કોઈ ગમતા વ્યક્તિ સાથે મળે તો મજા આવે પણ એ જ એકાંત એ ગમતા વ્યક્તિ સાથે છૂટા પડ્યા બાદ મળે તો સજા બની જાય.
"ભીડમાં એકલા હોવાનો એહસાસ એકાંત છે.
કોઈની સાથે , કોઈની પાસે હોવા છતાં એનાથી દૂર હોવાનો એહસાસ એકાંત છે.
પહેલા વરસાદ નું ભીંજવી જવાના બદલે માત્ર પલાળી જવું એકાંત
છે.
પવનનું ચહેરા પર અડકીને જવાને બદલે માત્ર ચહેરાને વાગવું એકાંત છે.
મધુર કોઈ સંગીતનું કર્કશ લાગવું એ જીવનનું એકાંત છે."
એકાંત એટલે એકલા હોવું અને એકલા હોવું ત્યાં સુધી જ સારું જ્યાં સુધી એ એકાંત તમારા જીવનમાં કંઇક સારા સુધારા કંઇક સારા વળાંક લઈને આવે , જો એકાંત તમને દુઃખી કરતું હોય તો એ સ્થિતિમાં જલ્દી બદલાવ કરવો જોઈએ.
_divya(diya modh)
insta id મનમોજી_શાયર😍
Comments
Appreciate the author by telling what you feel about the post 💓
No comments yet.
Be the first to express what you feel 🥰.
Please Login or Create a free account to comment.