" સ્વાભિમાન - એક નવજીવન

એક માતા જેણે દિકરી માટે નવજીવન નો પ્રારંભ કર્યો. તેની દિકરીની ખુશીઓ માટે એક નવું ભવિષ્ય ગૂંથવા એક નવી આશા અને સ્વાભિમાન સાથે નવજીવન માં ડગલાં માંડ્યા...

Originally published in gu
Reactions 1
489
Kuchh Ankahee
Kuchh Ankahee 27 Sep, 2021 | 1 min read

" સ્વાભિમાન એક નવજીવન "

ઘડિયાળ માં અગિયાર વાગ્યા હતાં... સુરભી તેના પતિ નિશાંત ની વાટ જોતી બેઠી હતી.. ઘડિયાળ તરફ જોતાં તે વિચારવા લાગી....

" અગિયાર વાગી ગયા... નિશાંત ને આટલું મોડું તો કયારેય નથી થયું... શું થયું હશે... "

તેણે નિશાંત ને ફોન લગાડ્યો.... પણ તેણે ફોન રિસિવ ન કર્યો... જેથી સુરભી ને વધું ચિંતા થવા લાગી... તે દરવાજા પાસે ઉભી રહી નિશાંત ની આવવાની રાહ જોતી હતી... અને ત્યા જ નિશાંત ની ગાડી આવવાનો અવાજ આવ્યો..

નિશાંત ને આવેલો જોઈ સુરભી નો જીવ હેઠે બેઠો... તેણે એક શ્વાસે કેટલા એ પ્રશ્નો પૂછી લીધાં...

" નિશાંત કયાં હતાં? ફોન કેમ ન ઉપાડ્યો? અને આટલું મોડું કેમ થયું? તમારી તબિયત તો ઠીક છે ને...?"

નિશાંત એ તેની વાત પર ધ્યાન ન આપ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો... તે હાલતાં હાલતાં લથડતો હતો...

" અરે.... નિશાંત સંભાળી ને... સુરભી એ તેને ખભા નો ટેકો આપતાં બોલી... "

સુરભી તેને તેના રૂમમાં લઈ ગઈ... તેને સરખો બેડ પર સુવડાવ્યો... અને ગુસ્સે થતાં બોલી..

" આજ ફરી તમે ડ્રીંક કરી ને આવ્યા છો નિશાંત.... તમને કેટલી વાર સમજાવું કે આ બધું મૂકી દયો.... આ બધું તમારી સંગત ના કારણે થયું છે... પેલા વિક્રમ ના કારણે..."

નિશાંત બોલવાની હાલતા માં નહોતો છતાં વિક્રમ ને કહેતા... તે સુરભી પર ત્રાટક્યો...

" એય... ચૂપ મે તને કેટલી વાર કીધું છે કે વિક્રમ ને વચ્ચે નઈ લાવતી... અને હા કર્યું છે મે ડ્રીંક તો ...."

" નિશાંત કાલ તો આપણું આવનાર બાળક થશે તો શું ત્યારે પણ તમે આજ રીતે ઘરે આવશો... તે બાળક પ્રત્યે તમારી કોઈ ફરજ નથી??..."

" બાળક આવશે તો શું?? તેની માટે હું મારી જીંદગી જીવવાની મઝા મૂકી દવ...?"

" પણ કોણે કીધું કે માત્ર ડ્રીંક કરવાથી જ જીંદગી જીવાય છે... નિશાંત તમે એક સારી પોસ્ટ પર છો ... ઓફિસ મા તમારી સારી એવી નામના છે તેને આવી ખરાબ આદત થી ધૂળ માં ન મેળવો.."

" બસ.... મારે હવે તારી કોઈ વાત નથી સાંભળવી તું ચાલી જા અહિંથી.... કહેતા નિશાંત એ સુરભી નો હાથ પકડી તેને રૂમ ની બહાર કાઢી મૂકી...."

સુરભી બહાર લિવીંગ રૂમ માં બેઠી હતી અને તેના વિતેલા દિવસો માં ખોવાઈ ગઈ... જયાં નિશાંત તેનું ખુદ થી પણ વધું ખ્યાલ રાખતો હતો... તે હંમેશા થી આવો નહોતો... પણ વિક્રમ ની દોસ્તી કર્યા પછી તેના માં બધા બદલાવો આવતા ગયાં... અને તેને કેટલી વાર સમજાવવાના પ્રયત્નો કર્યા પણ તે વિક્રમ વિરુધ્ધ કંઈ સાંભળવા તૈયાર જ નથી... અને વિક્રમ તો માત્ર નિશાંત સાથે મોજ-મજા લૂંટવા જ રહે છે... મિત્રતા ના નામે તે નિશાંત ની ઈન્કમ તેના મોજ માટે લૂંટાવે છે...

ત્યાં જ ફોન ની ઘંટડી રણકી... અને સુરભી વિચારો માંથી બહાર આવી... તેણે કોલ રિસિવ કર્યો... અને સામે થી એક મીઠો અને સ્નેહભર્યો અવાજ સંભળાયો..

" હા... સુરભી બેટા ... તું કેમ છે? અને આટલું મોડે ફોન કરી તારી ઉંઘ તો નથી બગાડીને??"

" ના .... ના ... મમ્મી હોતું હશે કંઈ તમને જયારે વાત કરવાનું મન થાય ત્યારે તમે મને ફોન કરી શકો છો..."

" બેટા સુરભી... તારી તબિયત ઠીક છે ને? તારો અવાજ કેમ ધીરો છે?"

" હા.. મમ્મી હું ઠીક છું... બસ થોડીક થકાવટ છે..."

"આવી હાલત માં થકાવટ તો થાય... ચાલ તું આરામ કર... હું ફોન મૂકું છું.."

" ભલે મમ્મી..." તમારું ધ્યાન રાખજો.."

સુરભી સોફા પર બેઠી વિચારો કરતી હતી .... નિશાંત તેની જવાબદારીઓ થી પણ હવે મોઢું ફેરવી રહ્યા છે.... શું મારી પ્રત્યે તેમની કોઈ ફરજ નથી...? કોઈ જવાબદારી નથી...? આ આવનાર બાળક ના જન્મ પછી પણ શું તે મારી સાથે આ જ વર્તન કરશે....?!! ના...ના... લોકો કહે છે કે બાળક એ પતિ-પત્ની ને જોડનાર સાંકળ હોય છે... અને ગમે એવો માણસ તેના બાળક ના જન્મ પછી બદલાય જ જાય....

નિશાંત આવનાર બાળક ના જન્મ પછી સુધરી જશે એ જ આશા મન માં રાખી સુરભી ની આંખો મીંચાઈ ગઈ... સવારે તેની આંખો ખુલ્લી ત્યારે નિશાંત તેની સામે ઉભો હતો... નિશાંત ને જોતાં તે સફાળી બેઠી થઈ ગઈ....

" તમે આટલા વહેલા ઉઠી ગયાં...?"

" હા... જી... મહારાણી તમે તો વહેલા ઉઠયા નહીં એટલે મારે જાતે જ મારી ચા બનાવી પડી...."

" એ તો કાલે મોડી આંખો બંધ થઈ હતી એટલે....."

" બસ ... બસ ... મારે તારા કોઈ બહાના નથી સાંભળવા... અને એમ પણ મારે ઓફિસ એ જવા મોડું થાય છે.."

" ઓફિસ ... ? પણ આજે તો તમારે ઓફ છે ને ??"

" એટલે ... હવે મારે તને નાની નાની વાતો પણ કહેવાની એમ... તને પૂછી ને જ આગળ ડગલું માંડવાનું.... એવું ઈચ્છે છે....?"

" ના... મારો એ અર્થ નહોતો પણ તમારી પત્ની છું તમે મને જણાવી તો શકો ને કે તમે કયાં જાવ છો?..."

" પત્ની છે પત્ની બની ને રહે... હું કયાં જાવ છું... કયાંથી આવું છું તે તારે જાણવાની જરૂર નથી..." કહેતા ની સાથે જ તે સડસડાટ ત્યાંથી ચાલ્યો ગ્યો....

" પણ નિશાંત.... નિશાંત.... " સુરભી બોલી રહી

સુરભી માટે નિશાંત નું આ વર્તન હવે દરરોજ નું હતું... પણ તેને આશા હતી કે તેના આવનાર બાળક ના જન્મ થી નિશાંત બદલાય જશે.... તે ઉભી થઈ અને ઘરના કામો વિતાવી... તૈયાર થઈ ઘર નો સામાન લેવા માટે બહાર ગઈ...

સુરભી સામાન લઈ શોપ ની બહાર આવી ત્યાં સામે જ તેણે નિશાંત ને બીજી યુવતી સાથે કાફે માં જોયો.... તે આ વાત ને લઈ ને જાહેર માં કોઈ તમાશો નહોતી ઈચ્છતી માટે તે ત્યાં થી નીકળી ગઈ... ત્યાં જ સુરભી ને જોતાં એક જાણીતો અવાજ કાને પડયો...

" સુરભી ભાભી... તમે અહીં? એકલા?"

" વિજય ભાઈ તમે...!!"

" હા ભાભી.. હું અહીં રેખા ની દવાઓ લેવા આવ્યો હતો..."

" રેખા ભાભી માટે દવા? કેમ? શુ થયું? તેમને..."

" વધુ કંઈ નહીં પણ બસ તાવ છે... અને સમયસર દવા લેવી સારી.. અને એ એક તો છે જેણે મારુ આખું ઘર સંભાળી લીધું છે... તેના વિના તો મારુ ઘર ... ઘર જ નથી..."

" હા... એ વાત તો તમારી ખરેખર સાચી છે... વિજય ભાઈ.. ઠીક છે.. તો હું જવ છું... નિશાંત પણ હવે આવતા જ હશે.... રેખા ભાભી ની તબિયત સાચવજો..."

નિશાંત એ સુરભી અને વિજય ને સાથે જોતાં તેના ગુસ્સા નો પાર ના રહ્યો... તેણે લોકો ને ધ્યાન માં ન લેતા સીધો જ સુરભી પાસે પહોંચી ગયો અને જોર જોર થી તેના પર બૂમો પાડવા લાગ્યો.....

" હં... વિજય સાથે ફરે છે તો મેડમ.... શું કરે છે....? હ.... અહીંયા વિજય સાથે...?"

" નિશાંત આ તમે શું કહી રહ્યા છો??...!! તમને ભાન પણ છે.."

" ઓહ... એટલે તું એમ કહેવા માંગે છે કે મે જે કંઈ જોયું એ બધું ખોટું હતું...?"

" હા.... તદ્દન ખોટું... અને તમારા મન માં આટલું ઝેર કયારે ભરાય ગયું નિશાંત..."

" ક્યાર થી ચાલે છે આ બધુ?? હ.... જવાબ આપ...."

" નિશાંત હું અહીં જાહેર માં કોઈ તમાશો બનાવા નથી માંગતી .... સો પ્લીઝ..."

" અચ્છા તો જાહેર માં ફરતા શરમ નથી આવતી અને હવે જાહેર માં એ વાત ને કબૂલવા માં શરમ આવે છે...? વા..હ...સુરભી મેડમ વા....હ..."

" નિશાંત પ્લીઝ...." સુરભી રડતાં રડતાં બોલી

" ઠીક છે તો આ વાત નો ફેસલો હવે ઘરે જ થશે..."

નિશાંત એ સુરભી નો હાથ જોર જોર થી પકડી તેને ખેંચી તેની સાથે લઈ ગયો...

" નિશાંત... આ શું કરો છો.... મારો હાથ મૂકો મને દર્દ થાય છે..."

સુરભી ના શબ્દો પર ધ્યાન ન દેતા તેણે સુરભી ને કાર માં બેસાડી અને ગાડી મારી મૂકી... ગાડી ની સ્પીડ તેણે વધારી .... ગાડી ની સ્પીડ જોઈ સુરભી ગભરાઈ ગઈ અને તેણે આંખો બંધ કરી લીધી... થોડી વાર માં તેઓ ઘરે પહોંચ્યા .... નિશાંત એ સુરભી ને ગાડી માંથી બહાર ઉતારી અને હાથ પકડી ઘર માં લઈ ગયો... ઘર માં પહોંચ્યા ત્યારે વિક્રમ પહેલે થી જ ઘર માં બેઠી હતો... તેને જોઈ સુરભી વધું ચિડાય ગઈ...

વિક્રમ ને જોતાં નિશાંત ને પણ થોડું આશ્ચર્ય થયું...

" અરે... વિક્રમ તું? અહીં... અને તું અંદર આવ્યો કઈ રીતે..?"

" તું ભુલી ગયો...? તે જ મને તારા ઘર ની ડુપ્લીકેટ ચાવી આપી હતી... તમે બંને ઘરે નહોતાં એટલે તે ચાવી થી ઘર ખોલ્યું અને તમારી રાહ જોઈ બેઠો હતો.... ભાભી જી... નમસ્તે..."

વિક્રમ એ તદ્દન અલગ અંદાજ થી કહયું.. વિક્રમ નું આવવું સુરભી ને જરા પણ ન ગમ્યું... તે વિક્રમ ની વાત નો કોઈ પણ જવાબ આપ્યા વિના જ ત્યાં થી ચાલી ગઈ...

સુરભી ને આ રીતે જતી જોઈ નિશાંત ગુસ્સા થી બોલ્યો... " તને કહે છે વિક્રમ... મોઢા માં મગ ભર્યા છે કે શું???..."

સુરભી એ મન વિના પરાણે જવાબ આપ્યો.. " નમસ્તે "

" મેડમ ને પારકા જોડે વાત કરતાં સંકોચ નથી થતો તેની સાથે તો જાહેર માં હસી મજાક પણ કરી શકાય.... પણ ઓળખીતા સામે શબ્દ ન નીકળે... તેના મોઢા માંથી " નિશાંત બોલ્યો

નિશાંત ના શબ્દો સાંભળી સુરભી નો સંયમ તુટી ગયો અને તે એક ઝાટકે બોલી પડી..

" ઓળખી તો...? કોણ છે ? અહીં ઓળખતું... આ વિક્રમ...? અરે આના કરતાં તો દુશ્મન સારા જે સામે રહી ને દુશ્મની તો નિભાવે અને આ તો મિત્ર ના નામે કલંક છે... જેની મિત્રતા તમારી સાથે નહીં પણ તમારી ઈન્કમ સાથે છે પોતાના મોજ શોખ માટે છે.... અને એ વાત તમે સમજી નથી શકતા..."

" બસ.... ચૂપ.... હવે એક વધુ શબ્દ નહીં વિક્રમ વિરુધ્ધ.... મને ખબર છે તું શા માટે વિક્રમ વિરુધ્ધ બોલે છે .... કારણ કે વિક્રમ એ મને તારી અને વિજય ના સંબંધો વિશે જણાવી દીધું... તમારી ચોરી ખુલ્લી પાડી દીધી એટલે..... પણ બસ હવે એક શબ્દ નહીં..." કાળ ક્રોધ થી નિશાંત બોલી રહ્યો.

" ચોરી તો તમારી પકડાય ગઈ છે નિશાંત... ઓફિસ નું બહાનું દઈ અને કાફે માં યુવતી સાથે બેસી... પત્ની સાથે વિશ્વાસઘાત કર્યો છે તમે.... પણ છતાં હું કંઈ ન બોલી... કારણ કે એ આપણા ઘર ની બાબત છે એ હું કોઈ બહાર ના સામે કહેવા નહોતી ઈચ્છતી..."

સુરભી...... નિશાંત મોટે થી બોલ્યો અને એ સાથે જ તેણે સુરભી ને થપ્પડ મારી .... નિશાંત ના આવા વર્તન ની સુરભી ને કયારેય અપેક્ષા નહોતી ... તે રડતી રડતી ત્યાં થી ચાલી ગઈ.... અને વિક્રમ ત્યાં બેઠો બેઠો બસ તમાશો જોઈ રહ્યો....

સુરભી તેના રૂમમાં બેઠી રડતી હતી.... " નિશાંત એ આજે મારા પર હાથ ઉપાડ્યો...!! તેમની પત્ની પર અને એ પણ પેલા વિક્રમ ના કારણે...?"

તેના મન મા એક જ આશા હતી કે તેનું આવનાર બાળક તે બંને વચ્ચે ની બધી સમસ્યાઓ દૂર કરી દેશે...

એ દિવસ પછી સુરભી અને વિક્રમ ની વચ્ચે દૂરીઓ સતત વધતી ગઈ... જેનો ખ્યાલ સુરભી ને હતો પણ નિશાંત ને આ વાત થી કોઈ ફર્ક જ પડતો નહોતો... તે વિક્રમ ની સાથે રહી મોજ શોખ માં પૈસા ઓ ઉડાવતો... મોડી રાત્રે તે ડ્રીંક કરી ઘરે આવતો... સુરભી સાથે બોલાચાલી કરતો... 

સમય જતાં સુરભી એ એક પરી જેવી દીકરી ને જન્મ આપ્યો... તેની દીકરી ના જન્મ વખતે પણ નિશાંત નશા ની હાલત માં હતો... સુરભી ને તેની બાજુ માં જ રહેતા રેખા ભાભી જ હોસ્પિટલ લઈ ગયાં... અને તેની સંભાળ રાખી....

" રેખા ભાભી... તમે ખરેખર મારી ખૂબ જ સંભાળ રાખી છે....મારા પતિ અને પરીવાર ની જરૂર હતી ત્યારે તમે મને સાથ આપ્યો એ ઉપકાર હુ કયારેય નહીં ભુલું..." સુરભી ગળગળા અવાજે બોલી...

" અરે... સુરભી એમાં ઉપકાર શાનો... તું તો મારી બહેન જેવી છે.. સમય આવ્યે તને સાથ આપવો એ તો મારી ફરજ છે..."

સુરભી ના દિવસો તેની દીકરી સ્નેહા સાથે પલકારે પસાર થઈ જતા હતાં... પણ નિશાંત એ તેની દીકરી ને આંખ ઉંચી કરી ને પણ જોઈ નહોતી... સ્નેહા... તેના માતા ના વાત્સલ્ય અને મમતા ની છાયા એ દિવસે ને દિવસે મોટી થવા માંડી ... તે પણ તેના પિતા ના વાત્સલ્ય માટે ઝંખતી હતી...

એક સાંજે જયાં વિક્રમ અને નિશાંત બંને લિવિંગ રૂમમાં બેઠા હતા... બંને સાથે મળી ડ્રીંક કરતાં હતાં. ત્યા સ્નેહા નિશાંત પાસે આવી પહોંચી અને રમત રમત માં તેણે બોટલ પછાડી અને તે ફૂટી ગઈ ... એ જોઈ નિશાંત ના ગુસ્સા નો પાર ન રહ્યો અને તેણે સ્નેહા ને ઉઠાવી સામે સોફા પર ફંગોળી દીધી... સ્નેહા ના રડવાના અવાજ થી સુરભી ઝડપભેર બહાર આવી.... તેણે તરત જ સ્નેહા ને ઉચકી લીધી ... ત્યાં તૂટેલી બોટલ અને નિશાંત ના ગુસ્સા ને જોઈ સઘળું સમજી ગઈ.... સુરભી ને નિશાંત પર ખૂબ ગુસ્સો આવ્યો.... અને તેણે વિક્રમ ને ત્યાં થી જવા કહયું....

" બસ... જે જોઈતું હતું એ થઈ ગયું ને તમાશો પુરો થયો કે હજુ બાકી છે?? અને જો હવે થોડીક એ શરમ બાકી હોય ને તો અહીં થી ચાલ્યો થા...."

" સુરભી આ ઘર મારૂં છે અહીં કોણ આવશે ... કોણ નહીં એ હું નકકી કરીશ..." નિશાંત નશા ની હાલત માં બોલ્યો...

" બસ..... હવે હું સહન નહીં કરું.... નિશાંત ... આજે વાત મારા દીકરી ની છે... ને હું ચૂપ નહીં રહું..." સુરભી નો સંયમ તુટી ગયો હતો... તેણે વિક્રમ સામે જોતાં કહયું.. " હજું કંઈ સાંભળવા નું બાકી રહી ગયું છે..?" વિક્રમ એ ટેબલ પર ગ્લાસ મૂકયો અને ત્યાં થી ચાલ્યો ગયો..

સુરભી સ્નેહા ને લઈ રૂમમાં જતી રહી... સ્નેહા આ બધું જોઈ ગભરાય ગઈ હતી તે તેની માતા ના પાલવ ને પકડી તેને ચોંટી ને બેઠી હતી... સુરભી એ તેના માથે પ્રેમ થી હાથ ફેરવ્યો તેના માતા ના પાલવ માં તે ખુદ ને સુરક્ષિત મહેસૂસ કરવા લાગી અને તે થોડી શાંત પડી...

સ્નેહા ને હળવે હળવે થપકી આપતી... સુરભી વિચારતી હતી....

આજ સુધી મે બધું સહન કર્યું.... કયારેય કોઈ ને ફરિયાદ નથી કરી... પણ આજે વાત મારી દીકરી પર આવી છે... મે સહન કર્યું એ હું મારી દીકરી ને સહન નહીં કરવા દવ... તેના બાળક ના જન્મ પછી નિશાંત બદલાય જશે.તેની એ આશા પણ આજે ભાંગી પડી...

જો આજે મેં મારા સ્વાભિમાન ને મારી નાખ્યું તો હું ખુદ ની નજરો માં જ દોષી બની જઈશ... ના.. હું એવું નહીં થવા દવ... હું મારી દિકરી ને સારી પરવરિશ આપીશ... તેને માતા અને પિતા બંને નો પ્રેમ હું જ આપીશ ... તેને તેના પગભર ઉભી કરીશ જેથી ફરી કયારેય કોઈ નિશાંત એકેય સુરભી ને તેના પગ તળે રાખી તેની પર ત્રાસ ગુજારે...

સુરભી એ તેના અને સ્નેહા ના કપડા ઓ એક બેગ માં ભર્યા અને નિશાંત માટે એક ચિઠ્ઠી લખી ને રાખી... તે સ્નેહા ને લઈને બહાર આવી.. નિશાંત ત્યાં જ લિવિંગ રૂમમાં નશા ની હાલત માં પડયો હતો... તેને ઉભા થવાનો પણ હોંશ નહોતો... સુરભી એ એ જ રાત્રે તે ઘર ... અને શહેર ને હંમેશા માટે મૂકી દીધાં... તેની દીકરી ના આવનાર ઉજ્જવળ ભવિષ્ય માટે તેણે આ પગલું ભર્યું...

નિશાંત હોંશ માં આવ્યો... પણ તે હાલવા શી હાલત માં નહોતો... તે જેમ-તેમ કરી ઉભો થયો... અને તેણે સુરભી ને બૂમ પાડી... તે અંદર ના રૂમમાં ગયો ત્યા સુરભી અને સ્નેહા ને ન જોતાં તે પાછો વળ્યો... ત્યાં જ સામે ટેબલ પર તેણે એક ચિઠ્ઠી જોઈ ... તેણે ચિઠ્ઠી ખોલી ને વાંચી... " નિશાંત હું જઉં છું... આ ત્રાસદાયક જીંદગી થી દૂર આજ સુઘી તમે બદલાય જશો એ આશા સાથે તમારી સાથે જીવન જીવતી હતી પણ હવે બસ મારી દીકરી ને હું આનો હિસ્સો નહીં બનવા દવ.... -સુરભી ... ચિઠ્ઠી વાંચ્યા પછી પણ નિશાંત ના ચહેરા પર કોઈ અફસોસ નહોતો...અને એટલે જ કદાચ સુરભી નો લીધેલો નિર્ણય યોગ્ય જ હતો...

સુરભી એક અનાથ આશ્રમ માં આવી અને ત્યાં ના બાળકો ને ભણાવા લાગી... ટૂંક સમય માં જ બધાં બાળકો સુરભી સાથે હળીમળી ગયાં... જેથી આશ્રમ ના ટ્રસ્ટી એ સુરભી અને તેની દીકરી ની રહેવાની અને જરુરી દરેક સગવડો ત્યાં આશ્રમ માં જ કરી આપી...

આખરે સુરભી ના સ્વાભિમાન ની જીત થઈ અને તેણે સ્વતંત્રતા ની ખુલ્લી હવા માં એક ઊંડો શ્વાસ લીધો... અને એ જ સ્વતંત્રતા સાથે તેના નવજીવન નો પ્રારંભ થયો... અને તેના એ જીવન માં તેની દિકરી સ્નેહા ને આશ્રમ ના દરેક બાળકો એક અનોખો હિસ્સો બની ગયાં હતાં.....

--------

                              - જયોતિબા રાણા ( સોન )

                                                                       

 

1 likes

Published By

Kuchh Ankahee

kuchh ankahee

Comments

Appreciate the author by telling what you feel about the post 💓

  • Charu Chauhan · 3 years ago last edited 3 years ago

    Gujrati 👏👏

Please Login or Create a free account to comment.