નાનપણથી સાંભળ્યું કે લગ્ન એક મધુર સંબંધ છે અને લગ્ન આપણા સમાજની રીત છે દરેક વ્યક્તિ એ લગ્ન કરવા જ જોઈએ . લગ્ન વિના એકલા રહેતા માણસને પછી એ છોકરી હોય કે છોકરો લોકો સ્વીકારી જ ન શકે.
ક્યારેક એવું સાંભળ્યું કે ક્યાં સુધી વ્યક્તિ બહારથી લાવીને ખાય , બીમારીમાં કોણ સાચવે ? એટલે લગ્ન તો કરવા જ પડે.
આ બધું સાંભળતા સાંભળતા વર્ષો થયાં , હું પહેલેથી જ થોડા અલગ વિચાર ધરાવતી એટલે હંમેશા થતું કે શું લગ્ન આ જ કારણથી કરવા પડે?? અમુક વાર વળી એવુય સાંભળ્યું આખી જિંદગી માં બાપ થોડી રાખે પછી એમનેય નવરુ થવું હોય કે નહિ જવાબદારી માંથી અને ઘરમાં વહુ આવે તો ઘરના કામમાં મદદ પણ કરે
આવું સાંભળીને વિચાર આવતો કે _
• છોકરી નોકરી કરે તો જાતે કમાય શકે અને જરૂરિયાત પૂરી કરી શકે એમાં એણે પતિની શું જરૂર?
• છોકરો ઘરમાં એક સારો કુક (રસોઈયો) રાખી લે તો ઘર જેવું ખવાનું મળી જ રહે અને
• પૈસા હોય તો બીમારીમાં સેવા કરવા વાળા પણ મળી જ રહે પૈસા ખર્ચવામાં કંજૂસી ન કરો તો બધી સવલતો સારી મળી રહે.
• વાત જો શારીરિક સંબંધ ની હોય તો એ પણ પૈસાથી મળી જ રહે
• જો માતા કે પિતા બનવાની વાત હોય તો બાળક દતક લઈ શકાય.
આવા વિચાર નાની ઉંમરમાં મને આવતા પણ હવે જ્યારે સમજણ આવી તો આ વિચાર બદલાયા
જે આ મુજબ બન્યા.
• કોઈપણ માણસની આર્થિક જરૂરિયાતો પૈસાથી સંતોષાય પણ લાગણી ની જરૂરિયાતો (ઈમોશનલ નીડસ) માટે પતિ કે પત્ની ની જરૂર પડે. ૧૦૦, ૧૦૦૦ કે ગમે તેટલા મિત્રો હશે તમારા આખા દિવસનો કંટાળો અને વરાળ એ લોકો સહન નહિ કરે.તમારો સૌથી નજીક નો મિત્ર હશે તો પણ તમને અમુક ઉંમર પછી હક જતાવીને મારી વાત સાંભળ એવું કહેતા ખચકામણ થઈ જ આવે તમારા મૌન ને સમજવા પતિ કે પત્ની ની જરૂર પડે.
• રસોઈયો ખાવાનું બનાવી પણ આપે અને પીરસી પણ દે પણ એ હકથી બે રોટલી કે ભાવતું શાક છે એમ કરીને થોડું વધારે જમાડી નહિ શકે.
• નર્સ બીમારીમાં સેવા કરશે , દવા આપશે, પણ કદાચ દવા સાથે દુઆ કરવા પતિ કે પત્ની ની જરૂર પડે.
• પૈસાથી બાંધેલા શારીરિક સંબંધ માં ખાલી શરીર જ હોય એક જેનું શરીર વેચાયું એણે પૈસાથી મતલબ અને એક જેણે ખરીદ્યું એણે બસ વસૂલ કરવાની.
• છેલ્લે માતા પિતા બનવાની વાત તો એ વિચાર આજે પણ એમ જ છે કે બાળક દતક લઈને માતા કે પિતા બનવામાં કોઈ વાંધો ન હોય શકે કેમ કે કૃષ્ણ ને જન્મ આપનારી દેવકી પણ એમની માતા ગણાય અને જશોદા જેમણે કૃષ્ણને સાચવ્યા એ પણ એમની માતા ગણાય.
તો દોસ્તો લગ્ન લાગણીનો સંબંધ છે અને લાગણીઓ માટે જ બાંધવો એવું મને સમજાયું.
આ વિશે તમે શું માનો જણાવશો.
- diya modh
insta id મનમોજી_શાયર😍
Comments
Appreciate the author by telling what you feel about the post 💓
No comments yet.
Be the first to express what you feel 🥰.
Please Login or Create a free account to comment.