राधा
राधा 25 Apr, 2022
ઉમળતા શ્વાસો
વર્ષોથી ઉમળતા શ્વાસો આજે બસ થમી ગયા કેટકેટલાય પ્રશ્નોની રાહ જોતા એ ચીમળાઈ ગયા વણઉકેલી ગાંઠોને ઉકેલવાનું એ આમ જ વિસરી ગયા વીતેલા પળોની કીમતી યાદોને એ તરછોડી ગયા આથમતી સાંજે થોડુંક થિરકવાનું ચુકી ગયા નિખાલસ હાસ્યોને આજે બાથ ભીડ્યા વિના મૂકી ગયા

Paperwiff

by radhavyas

25 Apr, 2022

મારુ કાવ્ય

Comments

Appreciate the author by telling what you feel about the post 💓

Please Login or Create a free account to comment.