राधा
26 Apr, 2022
વાતો તો ઘણી કરવી છે
વાતો તો ઘણી કરવી છે આ ઉજાસ સાથે
ન જાણે કેમનો એકલહથ્થો આટલો પ્રકાશ ખેંચી લાવતો હશે!
અંધકારને નષ્ટ કરવાનો આટલો ઉત્સાહ રોજે ક્યાંથી એને આવતો હશે!
વાતો તો ઘણી કરવી છે આ દોડતા સમીર સાથે
ક્યાં સ્વાર્થે એ લોકોને જીવતા રાખતો હશે!
કયો રોજગાર એને હંમેશા ધસમસતો રાખતો હશે!
વાતો તો ઘણી કરવી છે આ શીતળતા સાથે
કયા વિચારે એ આ અભિમાનીઓને નિરવતા પ્રદાન કરતો હશે!
વાતો તો ઘણી કરવી છે આ પ્રચંડ શક્તિઓ સાથે...
વાતો તો ઘણી કરવી છે...
Paperwiff
by User
26 Apr, 2022
મારું કાવ્ય
Comments
Appreciate the author by telling what you feel about the post 💓
No comments yet.
Be the first to express what you feel 🥰.
Please Login or Create a free account to comment.